વણકર સમાજમાં આપનું સ્વાગત છે

આપણો વણકરસમાજ આજે ગામ કે શહેર સુધી સીમીત ન રહેતા દેશવિદેશમાં વિસ્તર્યો છે

ઘણાં ભાઇઓ વિવિધ ક્ષેત્રોમાં આગળ આવ્યા છે અને દેશવિદેશમાં વણકરસમાજનુ ગૌરવ બન્યા છે.

નવીનતા માટે અમારો સંપર્ક કરો

પ્રિય વણકરબંધુ,

આપણો વણકરસમાજ આજે ગામ કે શહેર સુધી સીમીત ન રહેતા દેશવિદેશમાં વિસ્તર્યો છે. આપણા વણકરસમાજના ઘણાં ભાઇઓ વિવિધ ક્ષેત્રોમાં આગળ આવ્યા છે અને દેશવિદેશમાં વણકરસમાજનુ ગૌરવ બન્યા છે. પરંતુ માહિતિના અભાવે આપણા વિશાળ વણકરસમાજમાંના મોટા ભાગના લોકો આપણા વણકરસમાજમાં બની રહેલ ઘણા બનાવો / પ્રસંગોથી અજાણ છે. હજુ સુધી આપણા વણકરસમાજના લોકો એકબીજાને પુરતા પ્રમાણમાં જાણતા ઓળખતા નથી. આપણા વણકરસમાજમાં રહેલ આ પ્રકારની જાણકારી / માહિતિ / સમાચારની ઊણપ આપણા સમાજના લોકોને સંગઠિત બનવામાં અને એકબીજાના સહકારથી પ્રગતિ સાધવામાં અવરોધરુપ બને છે. જેને પરીણામે આજે પણ મોટા પ્રમાણમાં આપણા સમાજના લોકો પછાત રહેવા પામ્યા છે. તેથી દેશવિદેશ વસતા આપણા વણકરસમાજના ભાઇઓની સેવાર્થે આજના આધુનિક જમાનાના શકિતશાળી માહિતિના માધ્યમ ઇન્ટરનેટના ઉપયોગથી અમોએ ખાસ આપણા સમાજ માટે www.VankarSamaj.com વેબસાઇટનુ સજૅન કર્યુ છે કે જેને દુનિયાના કોઇપણ ખુણામાંથી ઇન્ટરનેટના ઉપયોગથી જોઇ શકાય છે.

આપણા વણકરસમાજની વિવિધ માહિતી આપવાનો પ્રયત્ન કરીશુ જેવિકે....

01.

આપણા વણકરસમાજના વિકાસમાટે કાયૅરત સંસ્થાઓ તેમજ વ્યકિતઓની માહિતિ

02.

આપણા વણકરસમાજના ભાઇઓની નામ સરનામાં; તેઓના ભણતર તેમજ કામધંધાની માહિતિ સાથેની આખા વિશ્ર્વને આવરી લેતી ફોટા સહિતની ડિરેકટરી

03.

આપણા સમાજના યુવક-યુવતીઓની ફોટા સહિતની આકષૅક લગ્નવિષયક જહેરાતો

04.

આપણા વણકરસમાજના સાંપ્રત પ્રવાહોના સમાચારો

05.

આપણા વણકરસમાજના લોકોના આપણા વણકરસમાજ માટેના વિચારો તેમજ સમાજજોગ સંદેશ તેમજ રસપ્રદ લેખો

06.

આપણા વણકરસમાજના વિકાસ માટેના કાર્યોની વિગતો

07.

ફ્ક્ત આપણા વણકરસમાજના વેપારીઓના ધંધાની જહેરાતો આપવામાં આવશે કે જેથી આપણા સમાજના લોકો પોતાની વિવિધ જરુરીયાતો માટે આપણા વણકરસમાજના લોકોનો સંપકૅ કરે.

ચાલો શ્રેષ્ઠ સમાજ બનાવીએ

આ વેબસાઇટના ઘણાં વિભાગો છે જે હાલની તારીખે અધુરા રહેવા પામ્યા છે અને આ વેબસાઇટ સમાજને ખરા અથૅમાં ઉપયોગી બને એ માટે આપ સૌનો સહકાર જરુરી છે. આ વેબસાઇટને સફ્ળ બનાવવા આપની આજુબાજુ વણકરસમાજને લગતી વિગતો ઉપલબ્ધ કરાવી આપ અમોને મદદરુપ થઇ શકો. આપની જાણમાં આપના ગામ કે શહેરમાં વણકરસમાજ માટે કાયૅરત કોઇ સંસ્થા કે વ્યકિત હોય તો તેની વિગતો ઉપલબ્ધ કરાવો કે જે અમો આ વેબસાઇટ ઉપર મુકિને જે તે સંસ્થા કે વ્યકિતને આપણા બહોળા સમાજથી પરિચિત કરાવીશુ. તમારા ગામ કે શહેરમા વણકરસમાજને લગતો કોઇ પ્રસંગ હોય તો અમોને જણ કરો. અમો પ્રીન્ટેડ બેનર મોકલીશુ જેથી આ વેબસાઇટનો પ્રચાર કરવામાં અમોને મદદ મળશે.